| Sr.No. | Date | Description | Action |
|---|---|---|---|
| 1 | 28-10-2021 | ધોરણ ૬ થી ૧૨ ના અભ્યાસક્રમમાં માર્ગ સલામતીને લગતી વિવિધ બાબતોનો સમાવેશ કરવા બાબતે જરૂરી મંથન |
View |
|
આજરોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને શિક્ષણ વિભાગના તજજ્ઞો દ્વારા એક શૈક્ષણિક પ્રવૃત્તિ સંપાદન કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૬ થી ૧૨ ના અભ્યાસક્રમમાં માર્ગ સલામતીને લગતી વિવિધ બાબતોનો સમાવેશ કરવા બાબતે જરૂરી મંથન કરવામાં આવેલ. |
|||
| 2 | 06-10-2021 | અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની જનરલ મિટિંગમાં માર્ગ સલામતી વિષે સમજણ |
View |
|
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની જનરલ મિટિંગમાં માર્ગ સલામતી વિષે સંવેદનશીલતા કેળવવા શ્રી લલિત પાડલીઆ, કમિશનર, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા સંબોધન કરવામાં આવ્યું. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા એસોસિયેશનના સભ્યોની ભૂમિકા વિશે તેઓને જાગૃત કરવામાં આવ્યા. |
|||
| 3 | 01-10-2021 | ગોધરા ખાતે આયોજિત એક દિવસીય વર્કશોપ |
View |
|
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગોધરા ખાતે આયોજિત એક દિવસીય વર્કશોપમાં નજીકના જિલ્લાઓના પોલિસ, આર.ટી.ઓ., આરોગ્ય, શિક્ષણ જેવા વિભાગોના અધિકારીઓ અને કોલેજ છાત્રોને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તેમની ભૂમિકા વિશે સમજ આપી સંવેદનશીલતા કેળવવા પ્રયાસ કરવામાં આવ્યો. |
|||
| 4 | 24-09-2021 | જુદા જુદા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન તથા ઓટો રીક્ષા એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે માર્ગ સલામતી બાબતે સંવેદનશીલતા વધારવાના હેતુ બેઠક |
View |
|
ગઈ કાલે જુદા જુદા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન તથા ઓટો રીક્ષા એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે શ્રી લલિત પાડલીઆ, કમિશનર, ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અધ્યક્ષપદ હેઠળ તથા અન્ય અધિકારીગણની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી બાબતે સંવેદનશીલતા વધારવાના હેતુથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. |
|||