| Sr.No. | Date | Description | Action |
|---|---|---|---|
| 1 | 26-09-2022 | સલામત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન |
View |
|
અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક કચેરી ખાતેના Center for Participatory Learning ખાતે ૨૬ સપ્ટેમ્બરના રોજ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં રોડ સેફટી કમિશનર શ્રી લલિત પાડલિયાએ સલામત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. |
|||
| 2 | 03-09-2022 | માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોની તાલીમ |
View |
|
તા. ૩ સપ્ટેમ્બરના રોજ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે માર્ગ સલામતી વિષય પર માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં રોડ સેફટી કમિશનર શ્રી લલિત પાડલિયાએ હાજરી આપીને માર્ગદર્શન આપ્યું હતું. |
|||
| 3 | 25-08-2022 | જનજાગૃતિના હેતુસર ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ માર્ગ સલામતી વિષયક પત્રિકાનું વિમોચન |
View |
|
આજ રોજ જનજાગૃતિના હેતુસર ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ માર્ગ સલામતી વિષયક પત્રિકાનું વિમોચન કમિશનરશ્રી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હસ્તે કરવામા આવેલ હતું. આ પ્રસંગે મહામંડળના પ્રમુખશ્રી અરૂણભાઇ બુચ, અન્ય હોદ્દેદારો તથા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના ડી.વાય.એસ.પી. શ્રી એમ.જે. ક્રિશ્ચિયન હાજર રહ્યા હતા. |
|||
| 4 | 06-08-2022 | "સેફ સિસ્ટમ એપ્રોચ - સેફ રોડ્ઝ" વર્કશોપ |
View |
|
૬ ઓગસ્ટના રોજ રોડ સેફટી કમિશનરશ્રીના અધ્યક્ષપદ હેઠળ રોડ એન્જિનિરીંગ વિષય પર "સેફ સિસ્ટમ એપ્રોચ - સેફ રોડ્ઝ" વર્કશોપનું આયોજન કરવામાં આવેલ, જેમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેર કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો. |
|||
| 5 | 05-08-2022 | "સેફ સિસ્ટમ એપ્રોચ - સેફ રોડ્ઝ" વર્કશોપ |
View |
|
૫ ઓગસ્ટના રોજ રોડ સેફટી કમિશનરશ્રીના અધ્યક્ષપદ હેઠળ આયોજિત "સેફ સિસ્ટમ એપ્રોચ - સેફ રોડ્ઝ" વર્કશોપમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગર કોર્પોરેશનના શહેરી વિકાસ વિભાગના ઈજનેર કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. |
|||
| 6 | 24-06-2022 | ઝાયડસ લાઈફ સાયન્સીઝ ખાતે રોડ સેફટી સેમિનાર |
View |
|
ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તથા ઝાયડસ લાઈફ સાયન્સીઝના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સર્વે સહભાગીઓ દ્વારા વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. |
|||
| 7 | 17-06-2022 | ભાવનગર ખાતે માર્ગ સલામતી સેમિનાર |
View |
|
ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી અને આર.ટી.ઓ. ભાવનગર દ્વારા "માર્ગ સલામતી સેમિનાર"નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ એન્ડ એજ્યુકેશન દ્વારા માર્ગ સલામતી બાબતે ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. |
|||
| 8 | 21-05-2022 | જૂનાગઢ ખાતે રોડ સેફટી સેમિનાર અને વર્કશોપ |
View |
|
ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા જૂનાગઢ ખાતે "રોડ સેફટી સેમિનાર અને વર્કશોપ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરક્ષિત ડ્રાઈવિંગ તથા ટ્રાફિકના નિયમોના પાલન દ્વારા માર્ગ અકસ્માત નિવારણ બાબતે ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. |
|||
| 9 | 28-04-2022 | મહાનગરપાલિકાઓના ઈજનેર કક્ષાના અધિકારીઓની તાલીમ |
View |
|
ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા ગાંધીનગર ખાતે મહાનગરપાલિકાઓના ઈજનેર કક્ષાના અધિકારીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ સલામતીને લગતી જુદી જુદી બાબતો વિષે માહિતી આપવામાં આવી હતી. |
|||
| 10 | 25-04-2022 | સ્કૂલ બસના ડ્રાઈવરોની તાલીમ |
View |
|
આજરોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા ગાંધીનગર ખાતે સ્કૂલ બસના ડ્રાઈવરો માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરક્ષિત ડ્રાઈવિંગ તથા માર્ગ સલામતી વિષે માહિતી આપવામાં આવી હતી. |
|||