Road Safety Awards

ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ

 

રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વધુમાં વધુ વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સંસ્થાઓ કામગીરી કરવા પ્રેરિત થાય તથા શહેર/જિલ્લા કક્ષાએ માર્ગ સલામતી માટે કાર્યરત સીટી અને ડીસ્ટ્રીકટ રોડ સેફટી કમિટીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા, પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ એવોર્ડમાં (૧) સ્વૈચ્છિક વ્યક્તિ, (૨) સંસ્થાઓ (સ્વૈચ્છિક, શૈક્ષણિક, ઔધોગિક સંસ્થાઓ), (3) સીટી અને ડીસ્ટ્રીકટ રોડ સેફટી કમિટી એમ ત્રણ કેટેગરી માટે પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન માટે એવોર્ડની રકમ અનુક્રમે રૂ.૧.૨૫ લાખ, રૂ.૧ લાખ અને રૂ.૭૫,૦૦૦/- એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ માટેની વધુ માહિતી તથા નોમિનેશન ફોર્મ્સ માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની કચેરી, પહેલો માળ, આંકડા ભવન, સેક્ટર-૧૮, ગાંધીનગર ખાતે સંપર્ક કરી શકાશે. 

વધુ જાણકારી માટે અહી ક્લિક કરો